Farmers Protest: રિમોટથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન? ગ્રેટાની એક ભૂલથી થયો મોટો ષડયંત્રનો ખુલાસો 

ખેડૂત આંદોલન (Farmers Protest)  ની આડમાં ભારતને બદનામ કરવાના વિદેશી ષડયંત્રનો ખુલાસો થતા જ હડકંપ મચ્યો છે. દિલ્હી પોલીસે  (Delhi Police)  ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પાછળ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (Poetic Justice Foundation) નો હાથ ગણાવ્યો છે. આ ફાઉન્ડેશન ખાલિસ્તાન સમર્થક છે. 

Farmers Protest: રિમોટથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન? ગ્રેટાની એક ભૂલથી થયો મોટો ષડયંત્રનો ખુલાસો 

નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest)  ની આડમાં ભારતને બદનામ કરવાના વિદેશી ષડયંત્રનો ખુલાસો થતા જ હડકંપ મચ્યો છે. દિલ્હી પોલીસે  (Delhi Police)  ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પાછળ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (Poetic Justice Foundation) નો હાથ ગણાવ્યો છે. આ ફાઉન્ડેશન ખાલિસ્તાન સમર્થક છે. 

ગ્રેટાની એક ભૂલથી થયો મોટો ખુલાસો
હકીકતમાં પોતાને પર્યાવરણ કાર્યકરણ ગણાવતી ગ્રેટા થનબર્ગે ભૂલથી બીજીવાર એવા એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો કરી નાખ્યો કે જે ભારતને તોડવા માટે મહિનાથી ચાલતો હતું. ગ્રેટાએ 2 જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલન  (Farmers Protest) ના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેણે કહ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઊભા છીએ. 

આ ટ્વીટ બાદ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) વધુ એક ટ્વીટ કરી અને ભૂલથી તેણે સોશિયલ મીડિયા પર એક ડોક્યૂમેન્ટ જાહેર કરી દીધો. આ ડોક્યૂમેન્ટમાં ખેડૂત આંદોલનના નામ પર 26 જાન્યુઆરીની હિંસાને લઈને 6 ફેબ્રુઆરીએ ચક્કાજામના નામ પર આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તમામ વિગતો હતી. 

આ ગ્રેટાની પહેલી ભૂલ હતી. જેનો થોડીવારમાં તેને અહેસાસ થયો અને તેણે ખેડૂત આંદોલન પર ટૂલકિટવાળો ડોક્યૂમેન્ટ ડિલિટ કર્યો. પરંતુ ત્યારબાદ ગ્રેટાએ વધુ એક ભૂલ કરી અને તેણે બીજી ટ્વીટ કરી. આ ટ્વીટે ખેડૂત આંદોલનના નામ પર મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો કરી નાખ્યો. ગ્રેટાએ ટ્વીટમાં લખ્યું કે જો તમે ભારતના લોકોની મદદ કરવા માંગતા હોવ તો આ અપડેટેડ ટૂલકિટ છે. ગત ટૂલકિટને હટાવી દેવાઈ કારણ કે તે જૂની ટૂલકિટ હતી. આ ટ્વીટમાં #StandWithFarmers અને #FarmersProtestની સાથે એક લિંક પણ શેર કરાઈ હતી. આ લિંક જ ખેડૂત આંદોલનના નામ પર સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કાવતરાના મૂળમાં લઈ ગઈ. 

ગ્રેટા થનબર્ગે સોશિયલ મીડિયા પર જે લિંક શેર કરી તેના પર ક્લિક કરવાથી એક પેજ ખુલ્યું. તે પેજમાં ખેડૂત આંદોલન અંગે કેટલીક વાતો ઉપરાંત #AskIndiaWhy પણ અપાયું હતું. #AskIndiaWhy ને કોપી કર્યા બાદ અમે આ અંગે ગૂગલ પર જાણકારી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. તો અમને AskIndiaWhy નામની એક વેબસાઈટ જોવા મળી.  

પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનનું ષડયંત્ર
#AskIndiaWhy ની વેબસાઈટના મુખ્ય પેજ પર 26 જાન્યુઆરીના રોજ દિલ્હી હિંસાના સમર્થનમાં કેટલીક વાતો લખી હતી. વેબસાઈટ પર એક સંગઠન પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (Poetic Justice Foundation) નું નામ લખ્યું હતું. પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન અંગે ગૂગલ પર જ્યારે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો અમને આ નામથી એક વેબસાઈટ અને વેબસાઈટ પર એક લિંક મળી. આ લિંક જ ભારત વિરુદ્ધ સૌથી મોટા કાવતરાનો દસ્તાવેજ છે. આ લિંકમાં પુરાવો છે કે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી હિંસા ભારત વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હતું અને આ લિંક પુરાવો છે કે ખેડૂત આંદોલનના નામ પર ભારતને તોડવાની મોટી તૈયારીઓ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news